ઐશ્વર્યદર્શન : ૧૯

0:000:00

મિશનમાં સેવામાં આવનાર એક સેવકને નોકરીમાં બઢતી મળતી હતી, પરંતુ તે અવઢવમાં હતો કે બઢતી સ્વીકારવી કે નહિ, કારણ કે બઢતી સ્વીકારે તો તેને બહારગામ જવું પડે તેમ હતું. એ જ વખતે તે કંપનીની બીજી શાખામાંથી પણ નોકરી માટે પ્રસ્તાવ આવ્યો હતો. સેવકે માસીને વાત કરી. માસી કહે, ‘‘નવી નોકરી માટે પ્રયત્ન કરો... નવી નોકરીનો ઇન્ટર્વ્યૂ દિલ્હીમાં હતો. સેવક ત્યાં ગયો, પરંતુ પગાર બાબત સેવક અને સાહેબો એકમત ન થયા. સેવકે ત્યાંથી જ માસીને ફોન કર્યો. માસીએ તેને આશિષ આપતાં કહ્યું, ‘‘તને માફક આવતો હોય તેટલા પગારની તેમની પાસે રજૂઆત કરી તું આવતો રહે.’’ સેવકે તેમ જ કર્યું. સાહેબોએ એ વખતે તેની માગણી ન સ્વીકારી. દિલ્હીથી આવ્યા બાદ સેવક માસી પાસે દર્શને આવ્યો. માસીએ તેને પૂછ્યું, ‘‘નવી નોકરી મળી ગઈ ને !’’ સેવક કહે, ‘‘ના માસી, તેઓએ કાંઈ જવાબ નથી આપ્યો.’’ દર્શન કરી સેવક ઑફિસે પહોંચ્યો ત્યારે તેને જાણ થઈ કે પોતે જેટલા પગારની માગણી કરી હતી તે સ્વીકાર્ય રાખી તેને નોકરી આપવામાં આવી હતી. માસીના આશીર્વાદે તેને ઇચ્છિત ફળ અપાવ્યું.