ઐશ્વર્યદર્શન : ૪
0:000:00
‘શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન’ની નજીકની જ સોસાયટીમાં રહેતાં એક બિનસત્સંગી બહેનને મિશનમાં પધરાવેલ ઘનશ્યામ મહારાજની મૂર્તિએ સ્વપ્નમાં દર્શન આપી કહ્યું કે અમે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન અહીં બિરાજીએ છીએ ને તમે દર્શન કરવા કેમ આવતાં નથી ? પછી તે બહેને પૂ. માસી પાસે દર્શને આવીને કહ્યું કે તમારા આ ભગવાને મને દર્શન આપી આવું કહ્યું છે એટલે હું દર્શને આવી છું. એમ કહી ઘનશ્યામ મહારાજનાં દર્શન કરી, ચરણોમાં ભેટ મૂકી ગદ્ગદ કંઠે પ્રાર્થના કરી.
મોટા મુક્તના સંકલ્પથી મહારાજ પણ પ્રતિમા દ્વારા આવો પ્રભાવ ને દિવ્યતા જણાવતા હોય છે. જેથી ભક્તોની શ્રદ્ધામાં દૃઢતા થતી રહે.