૨. પતિવ્રતાપણું

0:000:00

પૂ. માસી સંપૂર્ણ પતિવ્રતાપણું રાખતાં. પતિવ્રતા સ્ત્રીની જેમ જ પૂર્ણપણે મામાની આજ્ઞામાં રહેતાં. નાની બાબતોમાં પણ મામાની મરજી જાણી તે પ્રમાણે વર્તન કરતાં. પોતાનાં વસ્ત્રોની પસંદગી પણ મામાની પસંદગી પ્રમાણે કરતાં. ક્યાંય બહાર જવું હોય કે પછી મંદિરે જવું હોય તો પણ મામાની આજ્ઞા લઈને બહાર જતાં. કોઈવાર મામાની સેવાને કારણે વ્યવહાર સાચવવા ન જઈ શકાય તો જરા ય ખેદ ન અનુભવતા. ઘણી વખત મંદિરે ન જઈ શકાય ત્યારે એમ કહેતાં, ‘મારે તો તમારી સેવામાં જ બધું આવી જાય છે. પતિપરમેશ્વર, તમારી સેવા કરવાથી મહારાજ રાજી જ થશે.’

દરરોજ સવારે ઊઠી મહારાજ પછી મામાનાં દર્શન કરતાં ને તેમને પગે લાગતાં. બીજી બહેનોને પણ શિખવાડતાં કે પત્નીનો ધર્મ છે સવારે પતિને પગે લાગવું. કાયમ મામાને જમાડ્યા પછી પોતે જમતાં. મામાને ન ભાવતું હોય એવું ક્યારેય બનાવતાં નહિ. મામાની મરજી વિરુદ્ધનું કોઈ કાર્ય કરતાં નહિ. કોઈ વખત મામા કાંઈક કહે તો પોતે સામું બોલી ચર્ચા કરતાં નહિ. એક પતિવ્રતાને છાજે તેવું જ વર્તન હંમેશાં તેઓ કરતાં.

પતિ પ્રત્યે સંપૂર્ણ વફાદારીરૂપ પતિવ્રતા તો હતાં જ, પણ ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે પણ સંપૂર્ણપણે અનન્ય નિષ્ઠા ને પતિવ્રતાની ભક્તિ ધરાવતાં હતાં. કેવું પરાકાષ્ઠારૂપ પતિવ્રતાપણું !