ઐશ્વર્યદર્શન : ૬

0:000:00

મુંબઈ સ્થિત એક સેવકની પુત્રીને ઓવરીમાં તકલીફ થવાથી એક ઓવરી ડૉક્ટરે ઑપરેશન કરી કાઢી નાખી. ત્રણ વર્ષ બાદ બીજી ઓવરીમાં તકલીફ ઊભી થતાં તેને પણ કઢાવી નાખવાની ડૉક્ટરે સલાહ આપી, કારણ કે તે ઓવરીમાં ટ્યૂમર હતી. ડૉક્ટરનો આવો અભિપ્રાય જાણતા ઘરના સર્વે ઘણા ચિંતિત થઈ ગયા. જો બંને ઓવરી નીકળી જાય તો કદી સંતાન પ્રાપ્તિ ન થઈ શકે. સેવકે દીકરીની તકલીફની માસીને વિગતે વાત કરી અને મહારાજને પ્રાર્થના કરી આશીર્વાદ આપવા વિનંતી કરી. માસીએ દીકરીને સંતાનના આશીર્વાદ આપતાં કહ્યું, ‘‘મહારાજ બધું સારું કરશે.’’ માસીના આશીર્વાદ મળતા સેવકને હૈયાધારણ પ્રાપ્ત થઈ. માસીના આશીર્વાદથી દીકરીને ત્યાં ટ્‌વીન બેબીઓનો જન્મ થયો. ડૉક્ટરે પણ કહ્યું કે આ મિરેકલ (ચમત્કાર) જ છે, જેણે અશક્યને શક્ય બનાવ્યું.

મોટા મુક્તના આશીર્વાદથી આવાં અશક્ય કાર્યો શક્ય બને છે. મોટાના આશીર્વાદ શું ન કરે ?