૧. સતીત્વ

0:000:00

સતીનો અર્થ એમ છે કે ‘સત્‌’ એટલે આત્મા અને ‘ઈ’ એટલે ગતિ અર્થાત્‌ આત્માની પરમ સત્‌રૂપ એવા પરમાત્મા પ્રત્યે ઊર્ધ્વગતિ એટલે સતી.

સતીગીતા ગ્રંથમાં અ. મુ. સ. ગુ. મુક્તાનંદ સ્વામી લખે છે :

સૂરજ સરખી પતિવ્રતા, જેને પ્રભુસંગ પ્રીતિ;
કાળ તણે શિર પગ દઈ, સહેજે જગ જીતી.
સીતાના જેવું સત્ય ગ્રહી, સેવે નિજ સ્વામી,
હરિથી વિમુખ પતિ હોય, તો રહે અતિ નિષ્કામી,
છાયામાં કોઈની દબાઈને નિજધર્મ ન લોપે.

સતીગીતા : પદ/૫

અ. મુ. પૂ. નારાયણમામા પણ પૂ. લીલામાસી માટે કહેતા કે અનંત બ્રહ્માંડની સતીઓ કરતાં પણ માસીનું સતીત્વ અતિ અધિક છે, કારણ કે તેઓ મહામુક્ત છે. એમની સેવાથી ગોપાળાનંદ સ્વામી જેવા અનાદિમુક્તની સેવા થઈ ગણાશે.

પૂ. માસીના સતીત્વની સાક્ષી તો અગ્નિદેવે પણ આપી. માસીના દેહવિલય બાદ અગ્નિસંસ્કાર કરતી વખતે અગ્નિ તેમને સ્પર્શ કરતો ન હતો. તે વખતે સેવકને વર્ષો પહેલાં બોલાયેલા મામાના શબ્દો યાદ આવ્યા કે, ‘તમારાં માસી સતી છે, માટે તેમને અગ્નિ સ્પર્શ નહિ કરે. તમે પ્રાર્થના કરશો પછી જ અગ્નિ માસીના શરીરનો સ્પર્શ કરી શકશે.’ સેવકે પ્રાર્થના કર્યા પછી જ અગ્નિ સ્પર્શ્યો ને અગ્નિસંસ્કાર વિધિ સંપન્ન થયો.

પરોક્ષમાં શ્રી રામકૃષ્ણ પરમહંસ અને શારદામણિ દેવી જેવું આદર્શ ગૃહસ્થ જીવન અ. મુ. પૂ. નારાયણમામા તથા પૂ. લીલામાસીનું હતું. સત્સંગના નભમાં પ્રકાશિત આ દિવ્ય નારીતારિકાને કોટિ કોટિ વંદન !