૫. સત્યનિષ્ઠા
0:000:00
સામાન્ય રીતે સ્ત્રીઓનો એક સહજ સ્વભાવ હોય છે કે કોઈ પણ ઘટના બની હોય તેને પોતાની રીતે મૂલવી, તેમાં પોતાના નિષ્કર્ષો ઉમેરી બીજા સમક્ષ તે ઘટનાની રજૂઆત કરે. તેમાં કેટલીક વાર અસત્ય પણ બોલાઈ જાય.
માસી ક્યારેય એવું કરતાં નહિ. તેઓ ક્યારેય અસત્ય બોલતાં નહિ. તેઓ બીના જે રીતે બની હોય તેની તે રીતે જ રજૂઆત કરતાં. તેમાં જરા ય અતિશયોક્તિ કે અલ્પોક્તિ થતી નહિ. તેમના આવા પારદર્શી વ્યક્તિત્વને લઈને તેમનો વિશિષ્ટ પ્રભાવ પડતો. એને લઈને માસી પાસે ક્યારેય કોઈ અસત્ય બોલી શકતા નહિ. માસી કોઈ વાત પૂછે તો વ્યક્તિથી સત્ય જ બોલાઈ જતું.
સત્યનિષ્ઠ વ્યક્તિનો એવો અદ્ભુત પ્રભાવ હોય છે.