ઐશ્વર્યદર્શન : ૨૩
એક હરિભક્તના દીકરાને એમ.બી.એ. કરવું હતું. તેના એડ્મિશન માટે તેઓએ ઘણી જગ્યાએ પ્રયત્નો કર્યા છતાં ક્યાંય સારી કૉલેજમાં એડ્મિશન મળ્યું નહિ એટલે માસીને વાત કરી. માસીએ તેને સીધું જ કહ્યું, ‘‘તું લંડન જઈને કેમ નથી ભણતો ? ત્યાં જઈને ભણ ને ?’’ હરિભક્તનો દીકરો કહે, ‘‘માસી હવે મોડું થઈ ગયું છે. અઠવાડિયા - દસ દિવસમાં તો ત્યાં ભણવાનું શરૂ થઈ જશે. મારી પાસે વિઝા પણ નથી.’’ માસી કહે, ‘‘તું પ્રયત્ન તો કરી જો. મહારાજ બધું સારું કરશે.’’ માસીના વચને તેણે પ્રયત્ન કરી જોયો ને તેને વિઝા મળી પણ ગયા ને તે અઠવાડિયાની અંદર લંડન પહોંચી ગયો અને ત્યાં તેનું ભણવાનું પણ શરૂ થઈ ગયું. અત્યારે તે લંડનમાં જ સારા પગારની નોકરી કરી રહ્યો છે.
મુક્તોના વચનમાં વિશ્વાસ રાખી તેઓના કહ્યા પ્રમાણે કરવાથી ચોક્કસ સફળતા મળે છે.