આપણું બેસતું વર્ષ : ૧
શ્રીજીમહારાજે આપણને મૂર્તિમાં રાખ્યા છે, તેથી એ દિવ્ય મનોહર મૂર્તિમાં ચૈતન્યને રસબસ કરી સળંગ- તદરૂપ-તલ્લીન-ઓતપ્રોત રહેવું. એ ભાવ ભુલાય નહિ તો આપણે મહારાજના ખરેખરા કૃપાપાત્ર છીએ એમ મનાય. સત્સંગ દિવ્ય છે, મુક્તો તેજોમય દિવ્ય છે એમ કહીએ છીએ પણ બધાં મૂર્તિના આધારે છે. આપણો ચૈતન્ય અનાદિ મુક્તના ભાવે સળંગ મૂર્તિ આકારે લઈ મૂર્તિને જુવે એટલે સત્સંગનો ખરો દિવ્યભાવ સમજાયો કહેવાય. બાપાશ્રીની પ્રસન્નતાનું ફળ એ છે. શ્રીજીમહારાજે અનાદિ મુક્તની સ્થિતિ કરાવવા અનાદિની સ્થિતિ પોતે બતાવી તેથી આ અગમ વાત સુગ બની છે. આપણને તો કારણમૂર્તિ મળી છે. મહારાજ પોતે જ એવાં દર્શન દઈ અનુભવ કરાવે છે. અનાદિ તો મૂર્તિમાં જ છે. બાપાશ્રીના તથા સદગુરુઓના જોગ-સમાગમથી આ વાત બરાબર સમજાણી. અ. મુ. સદગુરુ ગોપાળાનંદ સ્વામી આદિ સંતો તથા અ. મુ. પર્વતભાઈ જેવા મહામુક્તોને પણ મૂર્તિમાં જ જોવા. આપણા ચૈતન્યને એક મૂર્તિ જ છે, ત્યારે એમને તો હોય જ.
આ જ આપણું બેસતું વર્ષ :- ‘મૂર્તિ !’
શ્રીજીમહારાજનું અખંડ દર્શન
ચૈતન્યમાં રહે,
અખંડ અનાદિની સ્થિતિ
અનુભવાય એ જ પ્રાર્થના.
શ્રીજીમહારાજ તથા અનાદિ મહામુક્તોની અનહદ કૃપાથી ઉપર મુજબનું અનુસંધાન અખંડ રહો.