પત્ર : ૧૩૬
દરેક ક્રિયા વખતે શ્રીજીમહારાજને યાદ કરવા. એ ગરીબનિવાજ છે, સુખના સાગર છે, ભક્તવત્સલ છે, નોધારાના આધાર છે, દીનબંધુ છે, તેથી આપણે ધીરજ રાખવી, મહારાજ મદદમાં બેઠા છે. લોકવાણી છે કે ‘હિંમતે મર્દા તો મદદે ખુદા.’ આપણે પણ કીર્તનમાં ગાઈએ છીએ :
‘જો હોય હિંમત રે, નરના ઊરમાંહી ભારી;
દૃઢતા જોઈને રે, તેની મદદ કરે મોરારિ.’’
મહારાજે હજારો ભક્તોની દુઃખથી રક્ષા કરી છે અને કરે છે.