પત્ર : ૬૦

લાલાબાબુએ સાત કરોડ રૂપિયા સદાવ્રતમાં વાપરી નાખ્યા તો ય સત્સંગના ઘેર અવાણું નહોતું, પણ તેની ફક્ત અત્તરની શીશી મહારાજ પાસે સંતો લાવ્યા તે મહારાજે અંગીકાર કરી, પોતે તેમાંથી અત્તર સૂંઘ્યું, પછી એ પ્રસાદીનું અત્તર સંતોની નાસિકાએ ચરચ્યું. તેનું મહાફળ થતાં સત્સંગમાં જન્મ આવ્યો. આમ સત્સંગમાં જન્મ આવવો તે દુર્લભ છે. સત્સંગમાં જન્મ આવે કે તુરત અભયવરના ભાગ્યવાન થાય.