પત્ર : ૮૬

પૂર્વેના મુક્તોનું બળ આપણાં દિવ્યશાસ્ત્રોમાં લખાણું છે, તેમને આ સર્વોપરી ભગવાનનો કેફ હતો અને આ મૂર્તિના બળે લોક, ભોગ સર્વે તૃણવત્‌ કરી નાખ્યા હતા. મૂર્તિના સંબંધે અનંત ઐશ્વર્ય પ્રાપ્ત થયેલાં પણ તે સામે નજર જ નહિ. આવા મહામુક્તોએ ખીલવેલો સત્સંગરૂપ બગીચો આપણે અત્યારે જોઈએ છીએ. ગામે ગામ મહિમા વધતો જ જાય છે. સૌ હેતે સહિત ગાય છે કે,

‘અમૃતના સિંધુ ઊલટ્યા રે,

રંગડાની વાળી છે રેલ, પુરુષોત્તમ પ્રગટી રે.’

નિર્ભયની નોબત ને જીતનો ડંકો વાગી ગયો. જેના ભાગમાં આ ભગવાન આવ્યા તેના અહોભાગ્ય ! આવી પ્રાપ્તિનો સદાય આનંદ રાખવો.