પત્ર : ૩

શ્રીજીમહારાજે ઘણી દયા કરી, એટલે સત્સંગમાં જન્મ આપ્યો, પોતાની ઓળખાણ કરાવી. લાલાબાબુએ તો સાત કરોડ વાપરી નાખ્યા હતા, પણ મહારાજની ઓળખાણ એ ધન ખરચતા ન થઈ, પણ સંતો સાથે અત્તરની શીશી મોકલાવી હતી તે અત્તર મહારાજે સૂંઘી પ્રસાદીનું કર્યું. પછી સંતોને નાકે આંગળી વડે ચોપડી બોલ્યા :

‘‘બીજા ભેખ થાશે ધૂળધાણી,

રહેશે તમારા મુખનું પાણી.’’

એક અત્તરની શીશી અંગીકાર કરી એટલે મહારાજ મળ્યા, સત્સંગમાં જન્મ આવ્યો, પણ સાત કરોડનું ફળ એટલું થયું નહિ. આવી વાત આપણને હાથ આવી છે.