પત્ર : ૬૬
અનાદિ મુક્ત મહારાજની મૂર્તિમાં ઓતપ્રોત, તદ્રૂપ, તલ્લીન, રસબસ છે, તેમાં સંપૂર્ણ સિદ્ધાંત આવે છે. અનંત અનાદિ મુક્તના સ્વામી શ્રીજીમહારાજ. અનંત મુક્ત રસબસભાવે એ મૂર્તિમાં સુખ લીધા જ કરે છે. સહજાનંદ સ્વામીતો અજોડ. એમની સરખામણીમાં એ એક જ. બીજી રાણીઓ ને આ રાજા. અનેક ઉપમાઓથી સેવકો ગુરુનો મહિમા સમજાવે છે તે ભલે હોય પણ આ વાત સંપૂર્ણ છે.