પત્ર : ૯૨

શ્રીજીમહારાજની સભા દિવ્ય મનાય તો ચૈતન્ય દિવ્ય થઈ જાય. મહારાજે હીરે હીરો વિંધવાના વચનામૃતમાં અનેક વાત સમજાવી પુરુષોત્તમ આકારે રહેવાથી સંપૂર્ણ થવાય એમ બતાવ્યું. એમની આંખે એમને જોવા. પોતાને પુરુષોત્તમ માનવું. આ જ્ઞાન શ્રીજીમહારાજનું છે, તેમના અનાદિ મહામુક્તનું છે તે આપણને સહેજે મળ્યું છે. એમનો પ્રાદુર્ભાવ અને આપણો જન્મ એ બેય ભેગું થઈ ગયું એટલે મુદ્દો હાથ આવ્યો.