આપણું બેસતું વર્ષ : ૮

અક્ષરધામ સમાન આ ભૂમિ વિષે, રાજે સ્વયં શ્રી હરિ;

જેણે રૂપ અનુપ દિવ્ય ધરીયું, કરુણા અતિશય કરી.

છપૈયાપુર સર્વ શ્રેષ્ઠ જાણો, જ્યાં દૃષ્ટિ સૌની ઠરે;

પિતા ધર્મ ભક્તિ માત ભુવને, પ્રભુ બાળલીલા કરે.

કરતા નૌતમ ખેલ છેલ રસિયો, ઘનશ્યામ નામે હરિ;

જેણે રૂપ અનુપ એહ જોયું, મૂર્તિ નવીન માધુરી,

અમૃત ઘન નવનીત રંગ રસના, સર્વત્ર વરસાવિયા;

આજે મંગળ વર્ષ માસ દિન મંગળ, મંગળ પ્રભુ આવિયા.

નિરખી નૌતમ નાથ મુક્ત સાથે, ઉમંગ અંતર ભર્યો;

સુખના સાગર દિવ્ય મોજ દેતા, ધન્ય ન્યાલ મુજને કર્યો.

*

અગણિત વિશ્વની રે, ઉત્પત્તિ પાલન પ્રલય થાય;

મારી મરજી વિના રે, કોઈથી તરણું નવ તોડાય.

- શ્રીજીમહારાજ

આવા અક્ષરાતીત અવિનાશી શ્રી સહજાનંદ સ્વામી ભગવાનની આજે બેસતા વર્ષના મંગળ પ્રભાતથી આપ સહકુુટુંબ પર અમૃત નજર રહો.

અભયવરદાતા અવિનાશી મહાપ્રભુ શ્રી સ્વામિનારાયણ ભગવાનની સ્મૃતિએ સહિત...