પત્ર : ૧૪

આ લોકમાં મહારાજ વિના બધુંય અસત્ય છે. બાપાશ્રીએ મૂર્તિ વિના ‘વાની’ કહી છે. સદગુરુ શ્રીનિષ્કુળાનંદ સ્વામીએ મૂર્તિ વિના ‘શેલી’ કહી છે. શેલી, વાની ને રાખ ત્રણ એક જ છે. બધી રાખ જ છે. માટે મહારાજ ને મોટા રાખને મુકાવી મૂર્તિ રૂપી દિવ્ય ચિંતામણિ આપે છે.