પત્ર : ૧૩૧

શ્રીજીમહારાજ મૂંગાને વાચાળ બનાવે છે, પાંગળાને પર્વત ચડાવે તેવી શક્તિ આપે છે. જીવોના આત્યંતિક મોક્ષ કરે છે. શરણાગતને અમૃત નજરે જુએ છે. આવા કૃપાળુનો આપણે અછળ ભરોસો રાખી સદાય આનંદમાં રહેવું. ચાકરને તો ચાકરી કરવાની અને ધણીને મોજ આપવાની સદાય હોય છે, એટલે ધણી જેમ રાખે તેમ આનંદમાં રહેવું.