પત્ર : ૪૧
અ. મુ. ચતુરભાઈ બધાયને મંત્ર આપે છે કે, ‘‘મારા ચૈતન્યને શ્રીજીમહારાજે મુક્ત કરી મૂર્તિમાં રાખ્યો છે, એક શ્રીજીમહારાજ છે.’’ આવી રીતે આપણે મનન કરી મૂર્તિનો સંબંધ અખંડ રાખવો. બાપાશ્રી પ્રથમ કાગળ લખતા ત્યારે,
‘‘જળ સ્નેહી મીન અને ચંદ્ર સ્નેહી ચકોર;
હરિ મેરે હારલકી લકડી, પકડી સો પકડી.’’
એટલે મૂર્તિ જીવનરૂપ કરી રાખવી, આવો સિદ્ધાંત બાપાશ્રીનો છે. સદગુરુ વૃંદાવનદાસજી સ્વામી પણ એટલું જ કહેતા જે ‘‘મહારાજ જ ! મૂર્તિ જ!’’ આ રીતે ચૈતન્યને મૂર્તિનો અખંડ આલોચ રાખવો, જેથી અખંડ આનંદ વર્તે.