પત્ર : ૩૭

બાઈઓએ ભેગાં મળી કથા, વાર્તારૂપ બ્રહ્મયજ્ઞ કર્યા કરવો. મહારાજના જશ ગાવા, ચરિત્ર સંભારવાં, ધ્યાન-ભજન કરવું. એ જેવું બીજું અધિક કાંઈ નથી. માટે સૌએ ખટકો રાખવો.