પત્ર : ૧૯૫

બાપાશ્રી કહે છે કે સુખના સમુદ્રમાં ઝીલવું, તે ઝીલાય છે ? એક મૂર્તિ રાખો, તે રખાય છે ? તમારે કપિલા છઠ્ઠ આવી છે, તે મનાય છે ? તમારે વાદળી છૂટી પડી છે, તે વાદળી ચૈતન્યને પલાળે છે ? તમને ન્યાલકરણ મળ્યા છે, તે ન્યાલ થવાયું છે ? તમારે જીતનો ડંકો વાગી ગયો છે, તે નાદ સંભળાય છે ? તમને મૂર્તિમાં રાખ્યા છે, તે સ્મરણ ચાલુ રહે છે ? અક્ષરધામની જાનમાં પુરુષોત્તમપતિ આવ્યા છે, તે પતિનું અનુસંધાન રહે છે ? - આ બધી પરભાવની વાતો છે.