પત્ર : ૧૭૬

લોકમાં કહે છે કે ભણવું ને ગણવું. ગણવું શું ? તો, મહારાજમાં કેટલું હેત થયું ? મહારાજનાં વચન પળાય છે કે કેમ ? ભગવાનના ભક્તને જોઈ હેત આવે છે કે કેમ ? કોઈનો મન, કર્મ, વચને દ્રોહ ન થઈ જાય તથા દરેક ક્રિયામાં મહારાજની સ્મૃતિ રહે એવો ખટકો રાખવો. આ બધું ગણતાં રહેવું. આપણે શ્રીજીમહારાજના છીએ, જગતના સાધારણ જીવ જેવા નથી એવી સમજણ દૃઢ કરવી.