પત્ર : ૧૮૪

પોતાને વિષે દેહભાવ રહે છે તેથી મૂર્તિમાં ચોંટાતું નથી. દેહભાવ તો દરેક ક્રિયામાં ખબર પડે છે, જેમાં ‘હું’ ‘હું’ થયા કરે તે દેહભાવ. ભક્ત હોય તે તો અખંડ ભજન કરે, ભગવાનને ભૂલે નહિ, દાસપણું દૃઢ રાખે, અને અનાદિ મુક્તને તો એક મૂર્તિ જ હોય, જેથી એ જ્યાં હોય ત્યાં મૂર્તિ જ મુખ્ય હોય.