આપણું બેસતું વર્ષ : ૩
મંગળમય પ્રભુ શ્રીહરિ, દિવ્ય મનોહર રૂપ;
મંગળકારક મુક્તવૃંદ, અક્ષરધામ અનુપ. ૧
મંગળ જ્યોતિ ઝળહળે, તે મધ્યે પ્રભુ સાકાર;
મંગળ નૌતમ મહાપ્રભુ, કિશોર નર આકાર. ૨
મંગળ સત્સંગમાં રહ્યા, મંગળ કરવા કાજ;
મંગળ કારણ મૂર્તિ જે, સહજાનંદ મહારાજ. ૩
મંગળ કરવા કારણે, મંગળ ભૂમિ પર શ્યામ;
મંગળ યશ વિસ્તારિયા, નામ ધરી ઘનશ્યામ. ૪
મંગળ અનુપમ મૂર્તિનું, રૂપ હૃદયમાં ધારવું;
મંગળ કરણ મનહરણ, રૂપ સદા સંભારવું. ૫
મંગળ પ્રભાતે શ્રીહરિ આપ સર્વેનું દિવ્ય મંગળ કરો એ પ્રાર્થના.