પત્ર : ૫૪
‘‘જ્ઞાન વિના દુઃખ પામત દુનિયા,
માયા ઘોર અંધાર મેં.’’
આવું સદ્. મુક્તાનંદ સ્વામીએ લખ્યું છે. તે પ્રમાણે ઘણે ઠેકાણે જણાય છે. મોટા કહેવાતા હોય ને માંહી ઝાઝો માલ ન હોય. બાપાશ્રી કહે, ‘‘એવાનું ય આપણે સારું કરવું. આપણે તો અધમ જીવને ઉદ્ધારવા છે, તેથી નજરે ચડ્યો તેને પણ ઠેઠ પહોંચાડવો છે.’’ શ્રીજીમહારાજ અને અનાદિ મુક્ત કેવળ કૃપાસાધ્ય છે. આપણે તો કૃપા સાધ્યમાં આવી ગયા. જો બાપાશ્રી અને સદગુરુઓ ન મળ્યા હોત તો આપને પણ આવું અનાદિનું જ્ઞાન ન સમજાવત. આ તો કેવળ કરુણા કરી. તે દરરોજ ગાઈએ છીએ :
‘‘આ અવસર કરુણા બહુ કીધી,
મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સિદ્ધિ.’’
તેથી મહારાજનું મૂર્તિનું અનુસંધાન રાખી સદાય આનંદમાં રહેવું.