મંગળાચરણ

भास्वत्कोटिसमप्रभं सुवदनं सत्पद्म पत्रेक्षणं कंठे

कौस्तुभ राजितं च मुरलीं संनादयन्सुस्वरात |

सर्वालंकृति भूषण सुमुकुटं कर्णोल्ल सत्कुंडलम्

ध्याये दीर्घभुजं रुचिरवसनं श्री वासुदेवंहृदा || १ ||

भातं भौतिक पुष्पहार ततिभि र्भक्तार्पितामिर्गले

हैमं निभृत मुज्वलं च रुचिरं सद्वस्त्र सूत्रं प्रभु |

तंध्येयं चरणांबुजादिषु मुदा स्वांतेसदाधारयेत्

प्रत्येकं तु प्रथक् प्रथक् दढमति र्योगिचिरं सुस्थिरः || २ ||

मुकं करोति वाचालं, पंगुंलंघयतेगिरिं

यत्कृपा त मंह वंदे परमानंद धार्मिकम् || ३ ||

મંગળાચરણ શ્લોક અર્થ

કોટિ સૂર્યની કાંતિ સમાન છે મુખારવિંદ જેમનું, શ્રેષ્ઠ કમળ સરખાં છે નેત્રો જેમનાં, કંઠમાં જેમને કૌસ્તુભમણિની માળા શોભી રહી છે, મધુર સ્વરે મોરલી બજાવતા, દરેક પ્રકારના અલંકારો ધારણ કર્યા છે એવા, મસ્તકે સુંદર છે મુકુટ જેમને, કર્ણમાં સુશોભિત છે કુંડલ જેમને, અજાનબાહુ એવા, સુંદર વસ્ત્રો જેમણે પરિધાન કર્યા છે એવા શ્રી વાસુદેવ ભગવાનનું મારા હૃદયમાં ધ્યાન કરું છું. ॥ 1 ॥

ભક્તજનોએ કંઠમાં પુષ્પના હાર અને મોતીની માળા અર્પણ કરેલાં છે જેમને એવા સોનાના તારે યુક્ત, કાંતિમાન અને સુંદર વસ્ત્રોવાળા શ્રી હરિનાં ચરણકમળ તથા જુદાં જુદાં અંગોનું દૃઢમતિ યોગીજનો લાંબા કાળ સુધી ધ્યાન કરીને પોતાના મનને (ભગવાનના સ્વરૂપમાં) સુસ્થિર કરે છે ॥ 2 ॥

મુંગાને જે વાચાળ કરે છે, પાંગળાને જે પર્વત ઉલ્લંઘાવે છે, એવી જેની કૃપા છે એવા પરમાનંદ ધર્મસ્વરૂપ શ્રીહરિને હું વંદન કરું છું. ॥ 3 ॥