વિશ્રામ ૧૦૭

બ્રહ્મચારી લક્ષ્મીનારાયણ સ્વામી રાત્રે સૂતા હતા. તે સમે મહારાજ આવ્યા અને દર્શન આપી કહ્યું: "અમે રામકૃષ્ણ મહેતાને ધામમાં તેડી જઈએ છીએ." રામકૃષ્ણ મહેતાને તેડી લાવ્યા. તેમને વિમાનમાં બેઠેલા જોયા અને ધામમાં લઈ ગયા.

તેમની પાસે કરુણાનંદ બ્રહ્મચારી સૂતા હતા. તેઓને ઉઠાડી કહે જે, "તમારે સ્નાન છે માટે પથારીથી દૂર બેસો." એમ કહી આસનથી દૂર બેસાડ્યા. સવાર થઈને દરવાજો ઉઘાડ્યો. માણસે આવી કહ્યું જે, "બ્રહ્મચારી કરુણાનંદને નવડાવજો."

ઇતિ શ્રી બ્રહ્મચારી કરુણાનંદ કથિત એકસો સાતમો વિશ્રામ.