૧૦૩
અનાદિમુક્ત મળે તો શ્રીજીની મૂર્તિમાં લઈ જાય અને તે વિનાના તો બીજા ધામમાં લઈ જાય. મહારાજ અને મોટા અનાદિનો મહિમા સમજાય ત્યારે શ્રદ્ધા વધે, દેહના ઘસારાને પણ ન ગણે, માન અપમાનને પણ ન ગણે; એને તો એક મૂર્તિનું જ તાન હોય એ જેવો તેવો હોય તો પણ અમને ગમે છે. જેવો તેવો એટલે મૂર્તિમાં જોડાઈ જાય તેથી ના'વા-ધોવાની કે કોઈને અડી જવાની એવી ક્રિયા કદાપિ ન કરી શકે. જેમ ગોરધનભાઈ દાતણ પડ્યું મૂકીને નહાયા વિના જમવા મંડ્યા અને મહારાજની પૂજા કરવાનું ચંદન ડબામાં હતું તેમાં પગ બોળ્યો, એમ થઈ જાય તો પણ મહારાજને ગમે છે. એવા મુક્તને બાધ નથી, જેમ રાજાનો કુંવર રાજ્યમાં ચાહે ત્યાં હરે ફરે પણ કોઈથી એને દુઃખ દઈ શકાય નહિ. તેમ એવા મુક્તને માથે કાળ, માયા, પુરુષ, બ્રહ્મ, અક્ષર આદિ કોઈનો હુકમ નથી ને એ સર્વે રાજી કરવા ઇચ્છે છે.