૪૪
"કર્તા થકા અકર્તા રે યુગયુગમાં નર દેહ ધરે" એવા મહારાજ ને મહારાજના મુક્ત છે. જેવા છીએ એવા ઓળખો તો દરિયામાં દોટ દેવાનું કહીએ તો પણ દ્યો તથા તડકે રાખીએ, ભૂખે મારીએ તો પણ તેમ કરો. રાત કહીએ તો રાત કહો ને દિવસ કહીએ તો દિવસ કહો, એવા થઈ જાઓ, જો પૂરો મહિમા જાણો તો. તમે સર્વેએ આ મુક્તને ઓળખ્યા છે તે પૂર્વે તમે બધાં ય સાધન કર્યાં હશે, ત્યારે જ તમને આવા મોટા ઓળખાણા છે.