૯૩
મોટા અનાદિની સેવા કાંઈ થોડે ભાગ્યે મળતી નથી અને તેથી બીજી કોઈ મોટી પ્રાપ્તિ નથી; માટે મોટાની ક્રિયામાં સંશય કરવો નહિ. મોટા ઊંઘે ત્યારે નસકોરાં બોલતાં હોય એમ જણાય, પણ તે તો મહારાજની મૂર્તિમાં ગુંજારવ કરતા હોય.
મોટા અનાદિને ઓળખી. તેમને મન સોંપી દે તો એક ક્ષણમાં કલ્યાણ કરે. નહિ તો છ માસ ભેળો રહે તો પણ શું?
આપણે તો એક ચિંતામણિરૂપ મહારાજની મૂર્તિ રાખવી ને અનાદિમુક્તનો જોગ રાખવો. આવા મુક્તના પ્રસંગ સિવાય મહારાજની મૂર્તિ દેખાતી નથી. શ્રીજીમહારાજે કહ્યું છે, "તે મૂર્તિને અમે પ્રગટ પ્રમાણ હમણાં પણ દેખીએ છીએ અને સત્સંગમાં નહોતા આવ્યા ત્યારે પણ દેખતા અને માતાના ગર્ભમાં હતા તે દિવસ પણ દેખતા અને ગર્ભમાં આવ્યા મોર પણ દેખતા." તે અનાદિમુક્તની સ્થિતિ છે.