૪૩
આ સભામાં શ્રીજીમહારાજ તથા અનાદિ તથા પરમએકાંતિક તથા એકાંતિક એ સર્વે વિરાજે છે ને સાધનિકને બ્રહ્મચર્ય પળાવીને મુક્ત કરે છે. જેમ રાજા રૈયતની ખબર રાખે છે, તેમ તે સાજા સત્સંગની ખબર રાખે છે, એવો આ સંતને વિષે વિશ્વાસ હોય તો સુખ આવે; માટે આવા સંતમાં હેત કરવું. "હેત જોઈ હરિજનનાં વાલો પોતે થયા પ્રસન્ન" માટે શ્રીજીમહારાજ હેત જોઈને બહુ પ્રસન્ન થાય છે. આ મોંઘી વસ્તુઓ બહુ ઠેકાણે ન હોય! ઘરોઘર ન હોય! ઠામ ઠેકાણે જ હોય. આ મોંઘી વસ્તુ તમને મળી છે. આ વખતે ચીંથરે વીંટ્યાંં રત્ન છે. માટે મીન તથા ચકોરની પેઠે હેત કરીને પૂરું કરી લેવું.