૧૪૦

મોટા અનાદિમુક્ત છે તે તો શ્રીજીમહારાજની મૂર્તિના સુખમાં ગુલતાન થકા જેમ રહ્યા છે તેમ ને તેમ જ સદાય છે. અને બોલે છે, ચાલે છે, ક્રિયા કરે છે, અંતર્યામીપણે કોઈને વાત કરે છે, ઐશ્વર્ય દેખાડે છે, કોઈને અંતર્યામીપણું જણાવે છે; એ સર્વે ક્રિયા કરતા દેખાય છે, પણ તે ક્રિયાઓ બધી મહારાજની ઇચ્છાથી થાય છે એમ જાણી દિવ્યભાવ રાખવો.