૨૫
શ્રીજીને તથા મુક્તને તો સર્વે પદાર્થમાંથી નિષ્કંચન કરીને જીવોને મૂર્તિમાં જોડી દેવા છે. જીવ જ્યારે સત્સંગી થાય ત્યારે તો પ્રથમ એ જીવમાં ખદ્યોત જેટલો પ્રકાશ હોય છે. પછી વધતાં વધતાં મહાતેજ જેવો થાય છે ને પુરુષોત્તમરૂપ પણ થાય છે. જેમ સરપટાને અગ્નિનો જોગ થાય તો અગ્નિરૂપ થઈ જાય છે તેમ પુરુષોત્તમરૂપ થએલા મુક્તોના જોગે કરીને જીવ પુરુષોત્તમરૂપ થાય છે, માટે મોટા અનાદિનો જોગ કરવો પણ આધુનિકનો કરવો નહિ.