૧૩૧

મહારાજ તથા તેમના અનાદિમુક્તનો મહિમા અતિશે જાણવો, કેમ જે એમનું પ્રગટપણું અનંત જીવોના કલ્યાણને અર્થે છે. એવા મુક્તને જન્મ ધરવો અને દેહ ત્યાગ કરવો એ કેવું છે તો ફક્ત અજ્ઞાનીને મોહે કરીને દેખાવા માત્ર જ છે. મહારાજની મૂર્તિમાં મોટા અનાદિને રસબસભાવે રહેવાપણું છે, તે તો અતિ અલૌકિક વાત છે. તે દૃષ્ટાંતે કરીને શું સમજાવાય! એ તો જેમ છે તેમ ને તેમ છે, પણ દેખાવા માત્ર આવ્યા-ગયાપણું છે એમ જાણવું.