૪૫

આજ અનાદિમુક્ત મનુષ્યરૂપે દર્શન આપે છે, માટે ખરેખરી શરદઋતુ આવી છે. આ ઋતુમાં જેવાં ફળ પકવવાં હોય તેવાં પાકે તેમ છે. આગળ ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, શુક સ્વામી ભેગા બેસીને સમાગમ કરતા. તેના વંશના આપણે છીએ, માટે આ સમાગમ કરી લેવો. આ રસનું પાન કરે તો રસ મળે, તે રસ મોટા અનાદિ તથા પરમ એકાંતિક ભોગવે છે ને સત્સંગમાં પ્રવર્તાવે છે તે સુખ લેવું જોઈએ. આ સભામાં અનાદિ તથા પરમ એકાંતિક તથા એકાંતિક છે અને શ્રીજીમહારાજ માંહે વિરાજે છે, માટે આ ને આ દેહે કરીને મૂર્તિના સુખના ભોક્તા થાવું ને મૂર્તિમાં જોડાવું. જે મૂર્તિથી ને આ સભાથી નોખા પડશે તેને સુખ નહિ આવે, માટે અનાદિનો વિશ્વાસ રાખવો. આ બોલીએ છીએ તે સાચું છે, પણ આ મુક્ત ક્યાંથી હોય એવો તર્ક ન કરવો; કરશો તો ખોટ આવશે.