૧૨૫
"સૌના સન્મુખ શામળીયો." એ મૂર્તિમાં વૃત્તિ રહે તેને તો અતિ હેત થાય. એવો દિવ્ય આકાર, દિવ્ય સ્વરૂપ, દિવ્ય મૂર્તિ, જેટલા ભગવાનના અવયવ તેટલા અનાદિમુક્તના અવયવ! તેજોમય મૂર્તિ ઝળક ઝળક ઝળકે છે. તેમાં મુક્ત સર્વે રહ્યા છે. મહારાજનું સુખ જ્યાંથી લેવું હોય ત્યાંથી મળે છે. રોમરોમનાં નવાં નવાં જુદાં જુદાં સુખ ભોગવે છે. એ વસ્તુ એવી છે કે તે શાસ્ત્રથી કે કહ્યાથી ખબર પડે તેમ નથી. તે તો સુખમાં પહોંચશે એટલે જણાશે. મહારાજની મૂર્તિમાં અનેક જાતનાં સુખ રહેલાં છે, મુક્તને મહારાજનું સન્મુખપણું છે અને મહારાજને મુક્તનું સન્મુખપણું છે. મોટા અનાદિને તો રોમરોમ પ્રત્યે રસબસ રહેવાપણું છે. એ સર્વે શ્રીજીમહારાજની મોટાઈ છે.