૧૨૭

મહારાજ અને મોટા કૃપાસાધ્ય છે. આ તો શ્રીજીમહારાજનો ચમત્કાર છે. સંતદાસજીનો દિવ્ય દેહ થયો ત્યારે શ્રીજીમહારાજ અને અનંત મુક્ત સાથે ને સાથે, એ બધોય પ્રતાપ કારણ મૂર્તિનો.

મહારાજના અનાદિને હાથ જોડવા એ કાંઈ ઓછી વાત નથી. આ વાત આપણને મોટી મળી છે, આવા મોટાનો વિશ્વાસ રાખવો. આપણું પૂરું કરવું તે મહારાજ અને મોટા મુક્તના હાથમાં છે, મોટાની સ્થિતિ બહુ જબરી છે. આ લોકના ભાવ દેખાડે છે તે પણ અનંતના સમાસને અર્થે છે.