૧૨૧

એવો પ્રબળ નિશ્ચય રાખવો કે આ સંત છે તે અનાદિ છે, નિર્ગુણ છે ને સભા બધી સળંગ છે; વચમાં મહારાજની મૂર્તિ છે, મૂર્તિને અને મુક્તને ભેગાપણું છે એમ સમજે તો બહુ કામ કરી દે. મહારાજ અને મોટા અનાદિ મળ્યા એટલે જીતનો ડંકો થઈ ગયો. છેલ્લી વખતે આવું ને આવું રહે એટલે બસ છે.