૧૨

જીવને પોતાની માયિક બુદ્ધિએ કરીને ભગવાન તથા મોટા મુક્ત ઓળખાતા નથી. એ તો જ્યારે અનાદિમુક્તનો આશરો કરે ત્યારે તે મુક્ત પોતાની બુદ્ધિ જીવને આપે ત્યારે ભગવાનનું કે મોટાનું વર્ણન કરી શકે. જેમ વરસાદ ચારે ખાણના જીવને સુખિયા કરે છે તેમ અનાદિમુક્ત જીવોને શ્રીજીને સુખે સુખિયા કરે છે. મોટા અનાદિ છે તે તો મૂર્તિમાં જ રહ્યા છે. આપણે તેવા થાવું.