૧૫
શ્રીજીમહારાજ તથા એમના લાડીલા અનાદિમુક્ત છે તે શ્રીજીમહારાજની મૂર્તિના રસરૂપી સુખ લઈને મુમુક્ષુઓને આપે છે. શ્રીજીમહારાજે માંગરોળમાં વાવ ગળાવી તે જ્ઞાનરૂપી વાવ જાણવી. તેમાંથી અમૃતરૂપી જળે કરીને અનંત જીવોને સુખિયા કર્યા. તે કરોડો જીવોને તથા ઈશ્વરોને તથા અનંત બ્રહ્મની કોટીઓને તથા અક્ષરોને પણ સુખ આપે છે, પણ મહારાજ તથા મુક્ત પ્રત્યક્ષ મળ્યા વિના કૂદકો લઈને સુખ લેવાય એવું નથી. અનાદિમુક્ત મૂર્તિમાં રસબસ રહ્યા છે તે મૂર્તિનું સુખ લઈને જીવમાં પ્રવર્તાવે છે.