૧૪૬

આપણે તો શ્રી પુરુષોત્તમ નારાયણને સર્વે કારણના કારણ જાણવા. જેમ વડનું ઝાડ મોટું દેખાય છે અને બીજ નાનું છે. તે નાનામાં ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલયની સામર્થી છે. તેમ ભગવાન તો આવડા મનુષ્ય જેવડા જ હોય પણ અનંતકોટિ બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલયના કારણ છે. તે શ્રીજીમહારાજે કહ્યું છે જે "સૌને વશ કરું રે, સૌનો કારણ હું ભગવાન" એમ કારણમાં અલૌકિકપણું છે. આવા ભગવાન તે તો કેવળ કૃપાએ કરીને જ ઓળખાય.