શ્રીજીમહારાજની મૂર્તિમાં અનંત પ્રકારનાં સુખ, અનંત પ્રકારનાં ઐશ્વર્ય રહ્યાં છે તે સિદ્ધદશાવાળાને સર્વે ભેળાં આવે છે. જેમ પાકમાં ઘી, ગોળ, સાકર, એલચી, તજ, લવિંગ, જળ, અગ્નિ, સરપટા એ સર્વેનો જુદે જુદે પ્રકારે ભેળો સુગંધ આવે છે તેમ.