૧૧૬

મોટા અનાદિ બેઠા હોય ત્યાં મહારાજ તથા અનંત મુક્ત બિરાજે છે. ભગવાન વિના આવા મુક્ત ક્ષણમાત્ર પણ જુદા રહેતા નથી. માટે મોટા વાત કરે અગર ન કરે તો પણ તેની છાયામાં અપાર સુખ રહ્યું છે. તે મોટા કેવા છે તો મહા અનાદિમુક્ત છે, મહારાજના મહિમારૂપી જે રસ તેનું પાન કરાવે છે ને કારણ સ્વરૂપની દ્રઢતા કરાવે છે ને મૂર્તિના સુખનું અપારપણું સમજાવે છે. જીવ જેમ જેમ સમાગમ સેવા કરતો જાય, મોટા અનાદિને વિષે દિવ્યભાવ લાવતો જાય, તેમ તેમ પાત્ર પણ થતો જાય. મોટા તો પુરુષોત્તમ ભગવાનના લાડીલા મુક્ત છે.