૬૭

"અક્ષરપર આનંદઘન પ્રભુ, કીયો હે ભૂપર ઠામ" એ અક્ષરની સભા જુદી થઈ, આપણે તો અક્ષરથી પર મૂર્તિમાં રહેનારા અનાદિમુક્ત છીએ.

સાકાર અક્ષરથી પર જે મહારાજના તેજરૂપ અક્ષરધામ તેમાં રહ્યા જે શ્રીજીમહારાજ તે પોતે પધારે ત્યારે તેમને ઓળખીને તેમનો આશરો કરે તો એ અનુભવજ્ઞાન આપીને મૂર્તિનો સાક્ષાત્કાર કરાવી મૂર્તિમાં જોડી દે, કાં તો એ મૂર્તિમાં રહેનારા આવા અનાદિમુક્ત મળે તો એવી પ્રાપ્તિ કરાવે; તે વિના સાધને કરીને એ સ્થિતિ પમાય નહિ. એવા મુક્તનો મહિમા તો અપાર છે. તે અ.મુ. સદ્. ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં કહેલ છે જે 'મારા પરમહંસની મોટા મોટા દેવ, તથા અક્ષરાદિક મુક્ત, અને સર્વે અવતાર પ્રાર્થના કરે છે ને દર્શનને ઇચ્છે છે.' એવી જ રીતે વિધાત્રાનંદ સ્વામીએ કરેલ "પુરુષોત્તમ નિરૂપણ" તથા ગોપાળાનંદ સ્વામીની વાતોમાં પણ મહિમા કહેલ છે.