૩
એક મહાપ્રભુજીની મૂર્તિ આવી તો સર્વે સત્ય વસ્તુ હાથ આવી. તે સત્ય વસ્તુ કઈ તો મહાપ્રભુજીની મૂર્તિ તથા મૂર્તિનું સુખ તથા મુક્ત એ સત્ય છે ને તે સર્વે મૂર્તિમાં છે પણ મૂર્તિથી બહાર નથી. જેમ પૃથ્વીમાં રજ છે તથા અનંત પદાર્થ છે તેમ મૂર્તિમાં અનંત પ્રકારનાં સુખ તથા ઐશ્વર્ય તથા અનાદિમુક્ત છે તે મૂર્તિ આકારે વૃત્તિ એકતાર થાય ત્યારે એ સુખ મળે છે. મોટા રાજી થઈને કહે જે માગો ત્યારે શ્રીજીમહારાજની મૂર્તિ માગવી એટલે બધું ય આવી ગયું.