૨૩
શ્રીજીમહારાજ સર્વેના આધાર છે અને સર્વેના કારણ છે ને ધામ જે તેજ, તે પણ શ્રીજીમહારાજની મૂર્તિને આધારે છે. જો ધામને આધારે મહારાજ રહ્યા છે એમ કહીએ તો મહારાજનું કારણ ધામ થાય; માટે એમ ન સમજવું. કારણ ને આધાર તો મહારાજ છે, અને અનાદિમુક્ત પણ મહારાજની મૂર્તિની અંદર છે, માટે અનાદિમુક્તના આધાર પણ મહારાજ છે; પણ ધામ આધાર નથી. કારણ વસ્તુને જ આધાર કહેવાય પણ કાર્ય વસ્તુને આધાર ન કહેવાય.