૬૮
આ મૂર્તિ ને આ સંત તે અનાદિ કરે એવા છે. આજ તો ખંપાળી નાખવા આવ્યા છીએ. તે જેમ લાંપડામાં ઝાકળ પડે તે ભીનું કરે, પછી ખંપાળી ફેરવે તે બધું તણાઈ આવે; તેમ આ સંત ભીના કરે છે. અમે ભેળા કરીએ છીએ, એટલે મહારાજની મૂર્તિમાં લઈ જઈને સુખિયા કરીએ છીએ, તેમાં વળી કોઈ તરણું હેઠે પડી જાય તો પડ્યું રહે; તેમ કોઈ ન માને તો પડ્યા રહે છે.