૧૧૯

મોટા અનાદિમુક્ત વાત કરતા હોય તે દિવ્ય જાણવી. તેજના સમૂહને વિષે શ્રીજીમહારાજ છે અને ચારે બાજુ મુક્તની સભાથી બધું બ્રહ્માંડ ઠસાઠસ ભરાઈ ગયું છે, તેજનાં કુંડાળા પડે છે અને તેજનો ઘોષ થઈ રહ્યો છે. તેને પ્રણવનાદ કહે છે.

મોટા અનાદિમુક્તે અને મહારાજે આ સડક કાઢી છે. આ સભામાં જે મોટાને ન ઓળખે તેને તેટલું નુકશાન છે. છેવટ એમ સમજે તો ય ઠીક જે ભગવાનને ત્યાં બધું ય છે. બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી તથા આજના સંત તે સર્વે દિવ્ય છે.