૧૩૮

મહારાજ અને અનાદિમુક્ત તો જુદા રહેતા જ નથી, પણ ભાવ જુદા. દાતા ભોક્તાપણું અને સ્વામીસેવકપણું, અનાદિમુક્તને એમ સમજવામાં બાધ નહિ આવે, નુકશાન નહિ આવે, અને જેવડા જાણે તેવડા કરે છે. ગમે તેવા મોટા જાણો. મોટા જાણ્યામાં લાભ છે. માટે જેવા છે તેવા મહારાજને તથા અનાદિમુક્તને જાણવા જોઈએ. જેને મહારાજની મોટપ ખરેખરી જાણ્યામાં આવે, તેને જ કુશાગ્ર બુદ્ધિવાળા કહ્યા છે. આગળ લાખો વર્ષ તપ કર્યાં તો પણ આવા મહારાજ ને આવા મુક્ત મળ્યા નથી ને મહારાજનું દિવ્ય સુખ પણ મળ્યું નથી, માટે અવરભાવનો ત્યાગ કરીને પરભાવમાં રહેવું. પરભાવમાં રસ છે. આપણે શ્રીજીમહારાજની મૂર્તિમાંથી બહાર નીકળવું નહિ. એટલામાં જ રહેવું.