૮૮
મૂર્તિમાંથી નવીન નવીન ખુશબો છૂટે છે તેણે કરીને એ સર્વે મુક્તો સુખમાં કિલ્લોલ કરે છે. અનાદિ તો રસબસ રહ્યા થકા રોમરોમનાં સુખ લે છે. આવો લહાવ આ ટાણે મહારાજે સુગમ કર્યો છે. મહાપ્રભુ ન્યાલકરણ પધાર્યા છે. આ સભા દિવ્ય જણાય તો મહારાજ, અનંત મુક્ત, આ સંત-હરિભક્તો, સર્વે દિવ્ય તેજોમય ભાસે. આ તો અલૌકિક વાત છે.