૧૧૪

એક મહારાજની મૂર્તિ વિના બીજું જોવાનો ઠરાવ રાખવો નહિ. મૂર્તિમાં ચોટવાથી અત્યંત સુખ આવે છે. પણ તેજ સામું જોવાથી ધીરજ રહે નહિ અને મૂર્તિમાં ચોટ્યા પછી તેજ વગેરે અનંત ઐશ્વર્ય દેખાય પણ હરકત પડે નહિ કેમ કે મૂર્તિમાં જોડાવાથી સામર્થી વધે છે.

આજ સંત છે તે પ્રગટ છે, મહારાજ પણ પ્રગટ છે. મોટા મુક્ત બોલે તે મહારાજ પોતે બોલે છે. માટે ભાવ તથા મહિમા જોઈએ. તળાવ, ડુંગર કે ટેકરી ઉપર જઈને 'સ્વામિનારાયણ સ્વામિનારાયણ' કહીએ તો ત્યાં પણ બોલે. જ્યાં મહારાજની મરજી હોય ત્યાં બોલે.